બીમારીમાં મળે છે આર્થિક રાહત:શું તમને ખબર છે આ 350 દુર્લભ બીમારી માટે સરકાર 20 લાખ સહાય આપે છે; વાંચો બીમારી અને સારવાર-સહાયનું લિસ્ટ અને પ્રોસેસ
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ (નેશનલ રેર ડિસિસ પોલિસી-2021)ને મંજૂરી આપવામાં આવી છે. આ પોલિસી હેઠળ દુર્લભ બીમારી (રેર ડિસિસ) ધરાવતા દર્દીઓને સમાવી લેવામાં આવશે. આ પોલિસીમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે બીપીએલ કાર્ડ ધારક સિવાયના લોકોને પણ આ પોલિસીનો લાભ મળશે. જેમાં દેશની 40 ટકા વસતિને આવરી લેવામાં આવી છે. સરકારી, અર્ધસરકારી કે ખાનગી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં
સારવાર કરવામાં આવતી હોય તો પણ સહાય મળશે. આ સહાય આપવા માટે ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે. આ સહાય આયુષ્યમાન ભારત યોજનાના નિયમો અનુસાર ચૂકવાશે. સાથે દુર્લભ બીમારીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટમાં જે બીમારી દર્શાવાઈ છે તેમાં જ સહાય મળશે.
લોકો કેવી
રીતે લાભ મેળવી શકે
રેર ડિસિસના કેસમાં સરકાર ઉદ્યોગ સાહસિકો, દાતાઓ પાસેથી અને ક્રાઉડ ફન્ડીંગ મારફત સહાય મેળવશે અને રકમ સીધી દર્દીના એકાઉન્ટમાં જમા થયા કરશે. સરકાર પણ આયુષ્યમાન ભારત યોજનાના નિયમો અનુસાર સહાય ચૂકવશે. આ અંગેની તમામ માહિતી આયુષ્યમાન ભારત યોજનાની વેબસાઈટ www.mera.pmjay.gov.in પરથી મળી શકશે અથવા તેની હેલ્પ લાઈન નંબર પર પણ કોલ કરી શકાશે.
https://divya-b.in/N4TiJUUJdsb 👈 Click