Thursday, November 23, 2023

માનસિક રોગ

 From Gujaratsamachar Purti

ચેતના - હિતેન્દ્ર ગાંધી

- કોઈપણ વ્યક્તિને માનસિક રોગ છે કે નહીં તે જાણવા માટે તે વ્યક્તિમાં ચોક્કસ લક્ષણો હોવાં તેમજ દેખાવા જરૂરી છે.

જુપણ મોટાભાગના લોકો માને છે કે માનસિક બીમારી મટે નહિં - અને એકવાર જો દવા લેવામાં આવે તો આખી જીંદગી દવાઓ લેવી પડે. ઉપરાંત માનસિક બીમારી અંગેની કેટલીક બીજી પણ ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે જેમ કે

() માનસિક બીમારી જેવું કંઈ છે નહિં

() માનસિક રોગનો દર્દી મોટે ભાગે ઢોંગ કરતો હોય છે

() માનસિક દર્દી હરતો ફરતો, કામ કરતો અથવા પ્રવૃત્તિમાં રહે તો બીમારી ચાલી જાય.

() ચિંતા અથવા ટેંન્શન હોય તો માનસિક બીમારી થઈ શકે

() સ્થાનફેર, હવા ફેર અથવા વાતાવરણમાં ફેરફાર કરવાથી માનસિક બીમારી મટી શકે

() માનસિક બીમારી માટે દવાની કોઈ જરૂર નથી. ફક્ત વાતચીત અથવા કાઉન્સેલીંગથી મટી જાય.

() માનસિક બીમારી માટે જે દવા આપવામાં આવે છે તેનાથી ફક્ત દર્દી ઉંઘ્યાજ કરે છે.

() માનસીક બીમારીની દવા મગજ ને નબળું કરે છે

() માનસિક બીમારી માટે દેવી-દેવતાઓનો પ્રકોપ, મેલીવિદ્યા, મૂઠ, જંતરમંતર જેવા કારણો જવાબદાર હોય છે.

(૧૦) માનસિક બીમારીમાં અમુક પ્રકારની વિધિ કરવાથી, બાધા રાખવાથી, અથવા દોરા-ધાગા પહેરવાથી મટી જાય છે.

ઉપર જણાવેલ તમામ ભ્રામક માન્યતાઓ તદ્દન વજુદ વગરની છે તેમજ અવૈજ્ઞાાનિક છે. વર્ષોથી ચાલી આવતી માન્યતાઓ કમનસીબે હજીપણ લોકોના મનમાં ઠસી ગયેલ છે. તબીબી વિજ્ઞાાન તમામ વિષયોમાં ખુબ આગળ વધી ગયું છે. અને આધુનિક મનોચિકીત્સા ક્ષેત્ર પ્રસ્થાપિત થઈ ચુક્યું છે કે માનસિક બીમારી નું કારણ મગજમાં આંતરિક રાસાયણિક ફેરફારને કારણે થાય છે.

કોઈપણ વ્યક્તિને માનસિક રોગ છે કે નહીં તે જાણવા માટે તે વ્યક્તિમાં ચોક્કસ લક્ષણો હોવાં તેમજ દેખાવા જરૂરી છે. જેમ કે ક્યારેક વ્યક્તિ અશોભનીય વર્તન અથવા અકારણ ગુસ્સો કરે તો તે માનસિક દર્દી છે. એમ કહી ના શકાય. ઉપરાંત ક્યારેક કોઈ વ્યક્તિ ઉદાસ રહે અને ઊંઘની તકલીફ હોય તો એટલાંજ કારણોથી તેને હતાશા નો દર્દી ના કહેવાય. કોઈ વ્યક્તિ માનસિક રોગથી પીડાય છે કે નહિં તે નક્કી કરવા માટે ડોક્ટરની સાલહ લેવી જરૂરી છે. ફેમીલી ફીઝીશીયન અથવા કોઈ તજજ્ઞા તબીબ તપાસ કર્યા બાદ જરૂર જણાય તો મનોચિકિત્સક પાસે દર્દીને મોકલી આપે છે.

માનસિક રોગનું ચોક્કસ નિદાન થયા બાદ તેની સારવાર શરૂ કરવામાં આવે છે. તબક્કે ઘણાખરા દર્દીઓ તેમજ કુટુંબીજનો ના મગજમાં સવાલ ઉદભવતો હોય છે  માનસિક રોગ મટતો હોય છે ખરો ? ક્યાંક જોયું હોય, ક્યાંક સાંભળેલું હોય, વાંચ્યું હોય કે માનસિક રોગ તો મટતો નથી એટલે શંકા જાગે સ્વાભાવિક છે.

શંશોધનો ના આધારે ચોક્કસ પણ કહી શકાય કે તમામ પ્રકારની માનસિક બીમારીની સારવાર શક્ય છે. માનસિક રોગમાંથી મુક્ત થવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

() ફક્ત નિષ્ણાત ડોક્ટર પાસે સારવાર કરાવવાનો આગ્રહ રાખવો.

() એકવાર સારવાર શરૂ થયા બાદ ડોક્ટરની સલાહ લઈને નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ.

() પોતાની જાતે દવાઓમાં ફેરફાર કે વધઘટ કરવી નહિં

() ડોક્ટરને પુછયા વગર જાતે દવાઓ લેવી નહિ અથવા બંધ કરવી નહિં. ડોક્ટર સિવાય કોઈપણ વ્યક્તિ દવાઓ વિષે અભિપ્રાય માંગવો નહિં જોઈએ.

() માનસિક રોગ વિષેની સંપૂર્ણ માહિતી સારવાર કરતાં ડોક્ટર પાસેથી મેળવવી જોઈએ.

() સારવાર કરતાં ડોક્ટરમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. કોઈપણ શંકાનું સમાધાન તેમની પાસેથી કરવું.

() માનસિક રોગની દવાઓની અસર અમુક ચોક્કસ સમય બાદ થતી હોય છે આથી ધીરજ રાખવી જરૂરી છે.

ટુંકમાં માનસિક બીમારી અંગેની જે કાંઈ ભ્રામિક માન્યતાઓ પ્રવર્તે છે તેની ટુંકમાં  સમજ આપવાનો પ્રયત્ન લેખમાં કર્યો છે.

હાઇડ્રેશનનું મહત્વ:

  પાણીની ખોટ તમારા મગજ અને શરીરને કેવી રીતે અસર કરે છે પાણી જીવન માટે મૂળભૂત છે . આપણા શરીરમાં દરેક કોષ , પેશી અને અંગ ...

Ravi purti News

આરોગ્ય તથ્યો જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.

ECHO News

Health News

Business plus