હેલ્થ ટિપ્સ:ગુસ્સાને કંટ્રોલ કરવા માટે 10 રીતો છે અસરકારક, એક્સપર્ટે શેર કરી ટિપ્સ
નોચિકિત્સક મિતેશ ઠક્કરે ગુસ્સા સાથે લોકોએ કેવી રીતે ડીલ કરવી તે અંગે અમુક ટિપ્સ આપી છે, તે નીચે મુજબ છે
કંઈપણ બોલતા પહેલાં વિચારો
મનોચિકિત્સક કહે છે કે, જ્યારે ગુસ્સો આવે ત્યારે સૌથી પહેલાં તો થોડો વિરામ લેવો, પછી પરિસ્થિતિને શાંતિથી સમજવી, પછી આ પરિસ્થિતિ ઉભી થઈ તેની પાછળ કોણ-કોણ જવાબદાર છે તેને ઓળખો અને પછી બોલો. ઘણીવાર ગુસ્સામાં આપણે અમુક એવા શબ્દો વાપરીએ છીએ કે, જેનો પસ્તાવો આપણને થોડીવાર રહીને થાય છે.
એક વખત તમે શાંત થઈ જાઓ પછી તમારો ગુસ્સો વ્યક્ત કરો
એકવાર તમારી ગુસ્સાની લાગણી શાંત થઈ જાય પછી જે બાબતે તમને ગુસ્સો આવ્યો તેને શાંતિપૂર્ણ વ્યક્ત કરો અને સામેવાળી વ્યક્તિને સમજાવો કે, તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો?
વ્યાયામ
શારીરિક પ્રવૃત્તિ તણાવ ઘટાડવામાં અને સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે તે સમય દરમિયાન વૉકિંગ અથવા શારીરિક કસરત કરવાની ભલામણ કરવામાં આવે છે.
બ્રેક લો
દિવસના મધ્યમાં જ્યારે વસ્તુઓ તણાવપૂર્ણ થવાનું શરૂ થાય ત્યારે વિરામ લો. આ એક્ટિવિટી તાણનો સામનો કરવા માટે મન અને શરીરને રિચાર્જ કરવામાં મદદ કરે છે.
શક્ય તમામ ઉકેલોને ઓળખો
તમારી જાત સાથે વાત કરો કે ગુસ્સો કરવો એ તમારી સમસ્યાનો ઉકેલ નથી. તમને ગુસ્સે કરે તેવી વસ્તુઓ અને પરિસ્થિતિઓના સંભવિત ઉકેલો પર ચિંતન કરો.
'હું'
ના વિધાનોને વળગી રહો
તમે જે ચિંતાનો સામનો કરી રહ્યા છો તે વ્યક્ત કરો અને તે તમને કેવી રીતે અસર કરી રહી છે તે વ્યક્ત કરો નહીં કે અન્ય વ્યક્તિની પ્રતિક્રિયાઓ વિશે ફરિયાદ કરો.
દ્વેષભાવ ના રાખો
કોઈની સામે દ્વેષભાવ રાખવો એ આપણને જીવનમાં કડવાશ જ આપે છે. બીજાને માફ કરીને ગુસ્સો છોડી દેવો એ વધુ સારું છે.
તણાવ દૂર કરવા માટે રમુજી પ્રવૃત્તિ કરતાં રહો
રમુજી પ્રવૃત્તિથી પરિસ્થિતિને હળવી કરવાથી તણાવ દૂર કરવામાં મદદ મળી શકે છે.
ઊંડા શ્વાસ લેવાની કસરત કરો
ઊંડા શ્વાસ લેવાની કસરત કરવી અથવા આપણી જાત સાથે વાત કરવી, તે પરિસ્થિતિને વધુ સારી બનાવી શકે છે અને તમારા મનને હળવું કરીને તમારા ગુસ્સાને ઘટાડી શકે છે.
ક્યારે મદદ લેવી તે જાણો?
ગુસ્સાને કાબૂમાં રાખવો એ પણ એક પડકાર હોઈ શકે છે, તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો? તે શીખવા માટે નિષ્ણાતની મદદ લેવી એ ઠીક છે.