- મેનેજમેન્ટ : ધવલ મહેતા
- ૨૦મી સદીનું મેનેજમેન્ટ ટેક્નોલોજી આધારિત બન્યું હતું, ૨૧મી સદીમાં પર્યાવરણનું મહત્ત્વ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી
આ પણે પ્રકૃતિને સાચવવી છે અને આપણી ઇકોલોજીને સાચવવા મેનેજમેન્ટે નવા પેરેડાઇઝ (વૈચારિક માન્યતાઓનું માળખુ) અપનાવવો પડશે. આ અંગે જૂના ટેકનોલોજીકલ પેેેરેડાઇઝની સરખામણીમાં નવો ઇકોલોજીકલ પેરેડાઇઝ કઇ રીતે જુદો પડે છે તેની જાણ મેનેજમેન્ટ માટે અનિવાર્ય છે.
પ્રકૃતિ લાઇફ સપોર્ટ સિસ્ટમ
જૂના પેરેડાઇઝમા પૃથ્વીને એક પ્રચડ યંત્ર તરીકે જોવામા આવે છે જ્યારે નવા માળખામા પૃથ્વીને લાઇફ સપોર્ટ સીસ્ટમ તરીકે જોવામા આવે છે. ધાર્મિક દ્રષ્ટિબિંદુમાં પ્રકૃતિને માતા તરીકે ગણવામાં આવે છે અને માનવજાતને પ્રકૃતિના સંતાન ગણવામાં આવે છે. આધુનીક મેનેજમેન્ટ ધાર્મિક દ્રષ્ટિબિંદુ અપનાવવાને બદલે પ્રકૃતિને લાઇફ સપોર્ટ સીસ્ટમ તરીકે જુએ છે. પ્રકૃતિને જો માતા ગણીએ તો આપણે માઈનીંગ જેવી ધરતીને ઇજા પમાડતી પ્રવૃત્તીઓ સદંતર બંધ કરવી પડે. જંગલમાંથી લાકડા માટે વૃક્ષ છેદન પર પણ પ્રતિબંધ મુકવો પડે. રેલ્વેના પાટા પણ ના નાખી શકાય કારણ કે તે માટે જમીનને ખોદીને ઠીકઠાક કરવી પડે. કુવાઓ પણ ના ખોદી શકાય, માનવજાતનું મુખ્યત્તમ સૃષ્ટિ સૌંદર્ય નિહાળવા પૂરતું જ રહે.
ધરતીને માતા ગણવાથી અર્થકારણ બંધ પડી જાય તેમ માનવજાત પૃથ્વીના તમામ સાધનો વાપરી ના નાખે અને પર્યાવરણને નુકશાન ના કરે તેમજ ઇકોલોજીકલ બેલેન્સ જાળવે તેની જરૂર છે. પરંતુ અર્થકારણ બેક ટુ નેચરનો અભીગમ માનવજીવનનો આવરદા ઘટાડી નાખે. અમુક આત્યાતિક વાતાવરણવાદીઓ તો રાસાયણિક ખાતરનો પણ વિરોધ કરે છે.
ટેકનોલોજીકલ પેરેડાઇઝ
ટેકનોલોજીકલ પેરેડાઇઝ ચીજવસ્તુઓ કે ઉત્પાદન પધ્ધતિને જુદા જુદા ભાગોમા કે પાર્ટસમાં વહેંચી નાંખવામાં માને છે. તેથી માસ પ્રોડકશન અને માસ માર્કેટીંગ શક્ય બને છે. આની સાથે ઇકોલોજીકલ પેરેડાઇઝ ચીજવસ્તુઓને સમગ્ર રૂપે (હોલીસ્ટીક) જુએ છે. તેમા પ્રકૃતિ પર પ્રભુત્વ મેળવવાનો ખ્યાલ નથી પરંતુ પ્રકૃતિ સાથે સુમેળ કે સંતુલન સાધવાનો ખ્યાલ છે. પ્રકૃતિ અને તેના સંશોધનનું શોષણ કરવાનુ નથી પરંતુ તેનુ પોષણ કરવાનુ છે. આ નવા દ્રષ્ટિબીંદુમા માનવજાત માટેનું એક 'વિઝન' છે. વિઝનની પ્રક્રિયામા રીઝનની પ્રક્રિયા હોય છે પરંતુ વિઝન માત્ર લોજીકલ રીઝનીંગથી વધુ આગળનું ચિંતન છે. ઇકોલોજીને સાચવવા માટે રીઝન અને વીઝન બન્ને જરૂરી છે. ટેકનોલોજીકલ પ્રકૃતિના સાધનોને અખૂટ માનીને ચાલે છે પરંતુ પૃથ્વી પર કે તેની નીચે ખનીજોનો ભંડાર અખૂટ નથી કે પૃથ્વી પર ખેતીલાયક જમીન પણ અખૂટ નથી આથી ઇકોલોજીસ્ટો હવે નિરંતર આર્થિક વિકાસને બદલે સસ્ટેનેબલ વિકાસ એટલે કે માનવજીવનને ટકાવી રાખે અને કુદરતને પણ ટકાવી રાખે તેવા વિકાસની વાત કરે છે જે તદ્દન સાચી વાત છે પરંતુ આનો અર્થ એવો કરવાનો નથી કે આપણે હવે શૂન્ય વૃધ્ધિદર પર જવાનુ છે. હજી તો જગતની ૭૫૦ કરોડથી ઉપર જતી રહેલી વસતીમાંથી મોટાભાગની વસ્તીને આપણએ જીવવાની અઢળક તકો પૂરી પાડવાની છે જે માટે અસંખ્ય નવા ઉત્પાદન કેન્દ્રો ઉભા કરવાની જરૂર પડશે. રીન્યુએબલ એર્નજીની પણ વિરાટ સવલતો ઉભી કરવી પડશે. શૂન્ય વિકાસદરની વાતનુ સમર્થન કરનારા અને સાદા ધાર્મિક જીવન જીવવાની તરફેણ કરનારાઓએ તેમ કરવામાં ગરીબોની સંખ્યા વધી ના જાય તે જોવુ પડશે. ઇકોલોજીસ્ટો આધુનિક ટેકનોલોજીને શ્રાપરૂપ માને છે અને આધુનિક ટેકનોલોજી વિષે નિરાશાવાદી અભીગમ ધરાવે છે પરંતુ 'બેક ટુ નેચર'નું સીધુ સાદુ જીવન અભાવગ્રસ્ત હોવાથી પુઅર, નેસ્ટી, બુ્રટીશ અને શોર્ટ છે. બેક ટુ નેચરના પેરેડાઇઝ કરતા જીવનની ગુણવત્તામા સતત વધારો કેવી રીતે કરી શકાય અને તેનો ફાયદો તદ્દન ગરીબ જીવન જીવતા માણસોને કેવી રીતે પહોંચાડી શકાય તેની ચિંતા કરવી વધુ જરૂરી છે.
સંપત્તિની વ્યવસ્થા
અત્યારના જમાનાનો મુખ્ય સવાલ એ છે કે વૈશ્વીકરણને કારણે જગતમા જે નવી સંપત્તીનું સર્જન થાય છે તેનું જગતના ગરીબ કુટુંબોમાં ઝમણ થાય તેવી અર્થવ્યવસ્થા કેવી રીતે ઘડવી? મૂડીવાદ, નવમૂડીવાદ, સામ્યવાદ કે સમાજવાદી વિચારધારાઓ તેમ કરી શકી નથી. મૂડીવાદ સામે સતત લઢતી સામ્યવાદી વિચારધારાએ તેમા વ્યવહારમા જગતને નિરાશ કર્યું છે અને ક્રૂર ડીરેકટર્સ ઊભા કર્યા છે. કુદરતને અકબંધ રાખતી અને તેનુ જતન કરતી 'સ્મોલ ઇઝ બ્યુટીફુલ' નામથી ઓળખાતી એક વિચારધારા ૧૯૭૦-૧૯૮૦ના દાયકાઓમા ઊભી થઇ હતી પરંતુ વખત જતા એમ જણાયુ કે જગતના અર્થકારણમા માત્ર સ્મોલ ઇઝ બ્યુટીફુલ ચાલે તેમ નથી. જગતને માઇક્રો, સ્મોલ,મીડીયમ લાર્જ અને વેરી લાર્જ એમ તમામ પ્રકારના વ્યવસ્થાતંત્રોની જરૂર છે.
શ્રેષ્ઠ જીવન
પ્રકૃતિને બચાવવા આપણે પર્યાવરણશુધ્ધી કરવાની છે પરંતુ તેનો અર્થ એવો થતો નથી કે જગતના અર્થકારણમા મેન્યુફેકચરીંગ કે મોટા મોટા ઉદ્યોગો (જેમ કે વીજ ઉત્પાદન) ને બંધ કરવા જોઇએ. ઉદ્યોગો અને અન્ય માનવ પ્રવૃત્તીઓ દ્વારા થતા પર્યાવરણના પ્રદૂષણને લગભગ શૂન્ય સ્થિતિમા લાવી દેવુ તેનો અર્થ એ નથી કે આપણે તદ્દન સાદુ જીવન જીવવુ અને કાર, ટીવી, કોમ્પ્યુટર, સેલફોન, રેફરીજરેટર, એરકન્ડીશનર, ઇલેક્ટ્રીક ટ્રેન, જેટ વિમાન વગેરેનો ઉપયોગ ના કરવો. સદભાગ્યે અત્યારે માનવજાતે પ્રચંડ ડીજીટલ ટેકનોલોજી ઊભી કરી છે જે વાતાવરણનું પ્રદૂષણ કરતી નથી અથવા જૂની ટેક્ષટાઇલ, મીલો, સ્ટીલ મીલો કે કોલસાથી ચાલતી જૂની ટ્રેનો જે પ્રદૂષણ કરતી હતી તેટલુ પ્રદૂષણ કરે છે. આ એક આશાજનક બાબત છે. અલબત્ત કંપની કે સંસ્થાઓની મેનેજમેન્ટ પ્રકૃતિને વધુ હોલીસ્ટીક રીતે જુએ અને જળ, વાયુ અને જમીનનુ પ્રદૂષણ ના કરે તે માટે તૈયારી કરવી પડશે અત્યારે લાખો ફેકટરીઓ પોતાનુ ગંદુ પાણી નદીમા છોડે છે અને ધુમાડો હવામા ફેંકે છે અને ઝેરી કચરાના ઢગલા કરે છે તે માટે તેમને સખત દંડ કરવો જોઇએ તે તો (કોમનસેન્સ) સામાન્ય બુધ્ધીની વાત છે.
FROM Gujaratsamachar
https://epaper.gujaratsamachar.com/welcome/view_artical/787/2/13519