Sunday, September 24, 2023

અંગદાન કરનારાની રાજ્કીય સન્માન સાથે અંતિમવિધિકરાશે

 તમિલનાડુ

અંગદાન કરનારાની રાજ્કીય સન્માન સાથે અંતિમવિધિકરાશે

તમિલનાડુમાં અંગદાન કરનાર લોકોના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શનિવારે રાજ્ય અંગદાન દિવસ નિમિત્તે ક્યું હતું કે તમિલનાડુ અંગદાન મારફતે સેંકડો પીડિતોને જીવનદાન આપનારા અગ્રણી રાજ્યો પૈકી એક છે. ઓગસ્ટમાં અંગ પ્રત્યારોપણ માટે સર્વશ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ તમિલનાડુને મળ્યો હતો. અહીં 2008 બાદથી 1705 લોકોએ અંગદાન કર્યું છે. આ દરમિયાન 786 હાર્ટ, 801 લિવર, 1565 પેન્ક્રિયાઝ, 3046 કિડની અને અન્ય અંગોના પ્રત્યારોપણ કરાયા છે. તેના કારણે હજુ સુધી 6247ના જીવન બચાવવામાં આવ્યાં છે. આ પ્રક્રિયામાં અંતિમ સંસ્કાર વખતે પાર્થિવ શરીરને તિરંગામાં લપેટવામાં આવશે. પોલીસ બેન્ડ શોક સંગીત વગાડે છે અને બંદૂકોની સલામી પણ અપાય છે.

હાઇડ્રેશનનું મહત્વ:

  પાણીની ખોટ તમારા મગજ અને શરીરને કેવી રીતે અસર કરે છે પાણી જીવન માટે મૂળભૂત છે . આપણા શરીરમાં દરેક કોષ , પેશી અને અંગ ...

Ravi purti News

આરોગ્ય તથ્યો જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.

ECHO News

Health News

Business plus