Sunday, April 16, 2023

રોગોના ભારેખમ નામથી દર્દીઓ ડરી જાય છે!

 રોગોના ભારેખમ નામથી દર્દીઓ ડરી જાય છે!

 

મેનેજમેન્ટ - ધવલ મહેતા

- હવે ઘણા ડોક્ટરો માને છે કે દર્દીની શારીરિક પરીક્ષા મૃતઃપાય થઇ ગઇ છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દર્દીના રોગનુ નિદાન કરવામા મદદરૂપ થાય છે

 

ખોટુ નિદાન

અંગ્રેજીમા મીસડાયગ્નોસીસ એટલે કે ખોટા નિદાનને ત્રણ ભાગમા વહેંચી નાખવામા આવે છે. ત્રણ વિભાગોમાં પ્રથમ જે રોગ હોય તેને પકડી પાડવાને બદલે દર્દીને જે ના હોય તેવા રોગનું નિદાન કરવું, દર્દીના રોગનું બહુ મોડુ નિદાન કરવું એટલે કે દર્દીના રોગનુ એટલું મોડું નિદાન કરવુ જેથી રોગ કાબુની બહાર જતો રહે અને છેક સુધી રોગનુ નિદાન થઇ ના શકે અને તેના રોગના નિદાન વિના દર્દી મૃત્યુ પામે તે મીસ ડાયગ્નોસીસનો ત્રીજો પ્રકાર છે. દર્દીઓને થતા જુદા જુદા રોગોના લક્ષણો એકસરખા હોઈ શકે છે. આથી તબીબી જગતમા 'ડીફરન્સીઅલ ડાયગ્નોસીસ'ને નિદાનનું ગોલ્ડ સ્ટન્ડર્ડ ગણવામા આવે છે. ખાંસી સતત ચાલુ રહે તો તેની પાછળ કેન્સર પણ હોઈ શકે, શ્વાસનળીમાં કોઈ અવરોધ (ઓબસ્ટ્રકશના હોઈ શકે, શ્વાસનળીની આજુબાજુ કોઇ નાનકડી ટયુમર (ગાંઠ) હોઈ શકે કે શરીરનાં પ્રતિરક્ષણ શક્તિ (ઇમ્યુનિટી) તમારા તંદુરસ્ત કોષોનું રક્ષણ કરવાને બદલે તમારા શરીર પર હુમલો કરતા હોય તેવુ પણ બને. તમામ લક્ષણોમાંથી દર્દીને થતી નિરંતર ખાંસીનુ સાચું કારણ શોધી કાઢવાની પ્રક્રિયાને ડીફરન્શીઅલ ડાયગ્નોસીસ કહેવામાં આવે છે.

શારીરિક પરીક્ષણ જરૂરી

દર્દીના રોગનું સાચુ નિદાન કરવા માટે અનેક લેબોરેટરી ટેસ્ટીંગ તથા ઇમેજીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવે છે પરંતુ જેમ રોબોટ માનવીની લાગણીઓ કે ચિંતાઓને સમજી શક્તો નથી તેમ નિદાનના આધુનિક યંત્રો સમસ્ત દર્દીને 'હોલીસ્ટીક્લી' એટલે કે દર્દીના જીવનની સમગ્રતામા જોઈ શક્તા નથી. ફરીથી જાણી લઇએ કે તમે પેટમા સતત દુખ્યા કરતુ હોય તો તેની પાછળ અપચો છે, કેન્સર છે, લીવરનો સોજો છે, પેનીક્રિયાસ પરનો સોજો છે. કીડનીમા પથરી છે કે ગોલબ્લેડરનો સોજો છે કે તે માટે જવલ્લે જોવા મળતો તમને ન્યુમોનીઆ કે સ્ટ્રેંગ્યુલેટેડ હર્નીઆ છે તે ખોળી કાઢવા ડોક્ટર પાસે ડીફરન્સી ડાયગ્નોસીસની કુશળતા જોઇએ. તે માટે દર્દીને ઊંડાણથી તપાસવો પડે. દર્દીને થતા રોગના કઠિન અને ગંભીર નામો આપીને કેટલાક ડોક્ટરો તમારામાં ભય ઉભો કરે છે.

ડોક્ટરો રોગોની ઓળખ માટે હજી કેટલાક ગ્રીક, લેટીન, રોમન ભાષાઓનો ઉપયોગ કરે છે. પાણીને એચટુઓ કહે છે અને કેન્સરનો ઉપચાર કરતા ડોક્ટર પોતાને ઓન્કોલોજીસ્ટ અને લોહીના ક્ષેત્રના સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો પોતાને હીમેટોલોજીસ્ટ અને પેટના દર્દો માટેના સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો પોતાને ગેસ્ટ્રોલોજીસ્ટ કહે છે. પરંતુ તેનાથી ગભરાઈ જવાની જરૂર નથી. રોગોના અને રોગોના સ્પેશીયાલીસ્ટોના નામથી ગભરાઇ જવાની જરૂર નથી પરંતુ તબીબી શાસ્ત્રના અટપટા શબ્દોને ગાંધીજી કહેતા હતા તેમ કોશિયાની ભાષામાં સમજાવી શકાય તો આધુનિક તબીબી શાસ્ત્ર અને તબીબી વ્યવસાયનુ ડીમીસ્ટીફીકેશન થઇ શકે. દા.., સાયકોલોજીસ્ટ અને સાઈક્રીયાટ્રીસ્ટ વચ્ચે ઘણો ફેર છે. એક માનસશાસ્ત્રી છે તો બીજો માનસરોગના ડોક્ટર છે.

ફંગસ અને પેરેસાઇટસ (જેમ કે પેટમા થતા કૃમિ, માથાના વાળમા રહેતી જૂ કે ખોડો વગેરે) એમ ચાર તત્ત્વો જવાબદાર છે અને ચારમાંથી દરેકના અનેક ઉપપ્રકારો હોઈ શકે છે તેની જાણ દરેક રોગ પાછળ ત્રિદોષ જવાબદાર છે તે માન્યતા સામે પ્રશ્નાર્થ ખડો કરે છે. આમા પણ અમુક ચેપીરોગોને દૂર કરવામા એન્ટીબાયોટીક્સ (અને જાતજાતના એન્ટીબાયોટીક્સ)ની શોધને 'વર્લ્ડ કપ' મળવો જોઇએ. ત્રિદોષની થીયરીથી આગળ વધીને અને માઈક્રોસ્કોપની સહાય થકી ચેપી જંતુઓને ખોળીને તેણે લાખો અને કરોડો લોકોના જીવ બચાવ્યા છે ખાસ કરીને સર્જીકલ ઓપરેશન્સને ઘણા સુરક્ષિત બનાવ્યા છે. દર્દના નિદાન માટે અનેક પ્રકારના ટેકનોલોજીક્લ પરીક્ષણો ઉપયોગી હોવા છતા દર્દીની શારિરીક પરીક્ષા અનિવાર્યપણે જરૂરી છે. હવે ઘણા ડોક્ટરો માને છે કે દર્દીની શારિરીક પરીક્ષા મૃતઃપાય થઇ ગઇ છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દર્દીના રોગનુ નિદાન કરવામા મદદરૂપ થાય છે. પરંતુ માન્યતાને પડકારનારા અમુક તબીબો દર્દીના શારિરીક પરીક્ષણને ઘણુ અગત્યનું માને છે આને સંબંધિત એક વાસ્તવિક બનેલા કેસને તપાસીએ

યોગ્ય નિદાન વિના દર્દીનુ મૃત્યુ 

એક કેસ, પચાસ વર્ષનો એક દર્દી ઇમર્જન્સી (તાત્કાલીક સારવાર) રૂમમા દાખલ થાય છે. તે કહે છે કે મારી છાતીમા જબરજસ્ત (એક્યુટ) દુખાવો થાય છે. ડોક્ટર તેના તબીબી વિદ્યાર્થીને દર્દીના બન્ને હાથનું બ્લડ પ્રેશર માપવાનુ કહે છે. તબીબી વિદ્યાર્થી એક હાથનુ બ્લડ પ્રેશર માપે છે પરંતુ બીજા હાથનુ બ્લડ પ્રેશરનુ વાચન (રીડીંગ) આવતુ નથી કે પછી તે માપી શક્તો નથી. ડોક્ટરને તે માત્ર એક હાથનુ બ્લડ પ્રેશર રીપોર્ટ કરે છે. તે રાત્રે દર્દીનુ તેની મહાધમની(Aorta) મા છેદ જણાતા તેનુ બીજે દીવસે તાત્કાલિક ઓપરેશન કરવામા આવે છે. શરીરની મહાધમની (Aorta) હૃદયમા જમા થયેલુ લોહી શરીરના તમામ અંગોમા પહોંચાડે છે. પચાસ વર્ષનો દર્દી ઓપરેશન ટેબલ પર મૃત્યુ પામે છે. ડોક્ટરના તબીબી વિદ્યાર્થીઓ કરેલી મોટી ભૂલ દર્દીના મૃત્યુ માટે જવાબદાર છે કારણ કે આપણા શરીરના એક હાથમાં લીધેલુ બ્લડ પ્રેશર લેવામા આવે અને બીજા હાથમા લીધેલુ બ્લડ પ્રેશર ના લઇએ કે બ્લડ પ્રેશરનુ યંત્ર લોહીનું દબાણ ના બતાવી શકે તો બે હાથના બ્લડ પ્રેશરના આંકડાઓનો તફાવત દર્શાવે છે કે માનવશરીરના તમામ જરૂરી અંગોમા લોહી પહોંચાડનારી મજબૂત સ્નાયુઓની બનેલી મહાધમની ફાટી ગઇ છે કે તેમા કોઈ છેદ ઊભો થયો છે. તબીબી વિદ્યાર્થીએ બીજા હાથમા બ્લડ પ્રેશર માપી શકાતુ નથી તે વાત ડોક્ટરને તરત કહી હોત તો દર્દીનું તાત્કાલિક ઓપરેશન દર્દીને બચાવી શકત. ફરી એકવાર જાણી લઈએ કે મોટુ નિદાન કે ખોટુ નિદાન કે નિદાન ના થઇ શકે તેને અંગ્રેજીમા મીસડાયગ્નોસીસ 

કહે છે.


https://www.gujaratsamachar.com/news/ravi-purti/ravi-purti-16-april-2023-dhaval-mehta-managment

૧૩ ઑગસ્ટને વિશ્ર્વ અંગદાન દિવસ

  અંગ દાનને પ્રોત્સાહન આપવું: ઉદારતા દ્વારા જીવન બચાવવું તાજેતરના વર્ષોમાં, સરકારી સંસ્થાઓ, આરોગ્યસંભાળ સંસ્થાઓ, સામાજિક કાર્યકરો અને સામાન્...

આરોગ્ય તથ્યો જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.

ECHO News